ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવમાં ફાયટોપ્લાંકટોન સુક્ષ્મ છોડે હમીરસરનો રંગ બદલ્યો
ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવમાં હિલોળા લેતું પાણી શહેરીજનોની આંખો ઠારી દે છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી પાણીમાં ધીરેધીરે લીલાશ વધતી જોવા મળી છે, જેથી જાતજાતની અટકળો થવાની શરૂ થઈ છે. આ ફાયટોપ્લાંકટોન સુક્ષ્મ છોડને કારણે થતું હોય છે. જે દિવસે માછલી માટે ઓક્સિજન તેમજ ખોરાકનું કામ કરે છે. પરંતુ, પાણી વધારે પડતું લીલાશ પકડે તો ચેતી જવાની જરૂર છે. કારણ કે તે રાત્રિના સમયે ઉલ્ટું ઓક્સિજન શોષે અને માછલીનો શ્વાસ રૂંધી નાખે, જેથી જળ જીવ સૃષ્ટિ માટે ખતરનાક નીવડે છે માઈક્રોસ્કોપિક શેવાળની વિપુલતા તળાવના પાણીને પીળા, લીલા, લાલ, ભૂરા અથવા તેજસ્વી વાદળી જેવા રંગોવાળું બનાવી દે છે. ફાયટોપ્લાંકટોન એ માઈક્રોસ્કોપિક છોડ છે. જમીન પરના છોડની જેમ સૂર્યના કિરણોને ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તે કાર્બન ડાયોક્સાઈડ લે છે અને અોક્સિજન ઉત્પન્ન કરે છે. તેવું જ કઈક પાણીની સપાટીની નજીક જોવા મળે છે. પરંતુ , તે રાત્રિના સમયે ઉલ્ટું ક્રુત્ય કરે છે, જેથી ગાઢ લીલા રંગનું પાણી બની જતું હોય છે જે સતર્ક થઈ જવા જેવી બાબત છે.