કંડલા પોર્ટના ગોદામમાં 50 ફૂટ ઉંચેથી નીચે પટકાતાં કામદારનું ઘટના સ્થળે જ મોત
copy image
મુળ મધ્યપ્રદેશનો રહેવાસી તેમજ હાલમાં કંડલા પોર્ટના ગોદામ નંબર -29 સંજય કે. સોરઠીયાના ગોદામમાં રહેતા 26 વર્ષીય રઘુવંશીકુમાર લક્ષ્મીનારાયણ રામટેક નામક યુવાને તા.30/7 ના રોજ સવારના અરસામાં ગોદામ નંબર-29 માં 50 ફૂટ ઉંપર પતરા લગાડવાનું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક નીચે પડી જવાના કારણે યુવાનને શરીરમાં ગંભીર ઇજાઓ પહોચી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. યુવાનનો મૃતદેહ લઇ આવનાર નિતેશભાઇએ તબીબને આપેલી વિગતોની જાણ કંડલા મરિન પોલીસ મથકે કરવામાં આવેલ હતી. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.