અંજાર ખાતે અંબિકાનગરમાં રહેતા 27 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો
અંજાર શહેરના અંબિકાનગરમાં રહેતા 27 વર્ષીય રૂપેશ હરિશભાઇ હર્ષ નામક યુવાને ગત તા.30/7ના રાત્રિ દરમિયાન પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખામાં સાડી બાંધી ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને જાણ થતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.