રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ રશબેન્ડિ સ્પર્ધામાં ભારતીય ટીમમાં ભુજના બે તરૂણોઓએ ભુજનું ગૌરવ વધાર્યું
copy image
રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ રશબેન્ડી અન્ડર 17 ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમની સાથે ભુજના બે તરુણ ચમક્યા હતા. સ્પર્ધામાં પેનલ્ટી શુટ આઉટમા ભારતીય ટીમએ વિજય મેળવ્યો હતો.ભારત વતી રમતા ભુજના સયાન સિકંદર ખલીફા તેમજ અંકિત કુમારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં યોગદાન આપ્યું છે. ધો. 11માં અભ્યાસ કરતા સયાને થોડા સમય પૂર્વે જ ગોવા ખાતે ગુજરાતની ટીમમા પણ ભાગ લીઢેલ હતો. રશિયા ખાતે રમાયેલી મેચમાં તેણે 4 ગોલ કર્યા હતા. સમય પુરો થતા બંને ટીમના 14-14 ગોલ થયેલ હતા ત્યારબાદ પેનલ્ટી શુટાઉટમા ભારતીય ટીમે ગોલ કરી વિજય હાસિલ કર્યો હતો. કોચ દર્શનસિંહ વાઘેલાએ તેને તાલીમ આપેલ હતી. 2025મા ચીન ખાતે યોજાનારી એશિયાઈ વિન્ટર ગેમ્સમા પણ ભારતીય ટીમ તરફથી રમવાનું આ તરૂણનું સપનું છે.