ગુજરાતનું ગૌરવ : અમેરિકાની કંપની નાસડેકમાં ઇન્ટર્નશિપ ટ્રેઇનિંગ માટે ભુજની છાત્રાની પસંદગી કરવામાં આવી

ભુજની રહેવાસી ટીશા તેજસ ક્ષત્રિય જે હાલમાં મારવાડી યુનિવર્સિટી રાજકોટ ખાતે એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી)નો અભ્યાસ કરી રહી છે, તેને અમેરિકાની શેરમાર્કેટ કંપની નાસડેકમાં સમર ઇન્ટર્નશિપ મળેલ હતી. એ માટે કંપનીએ બે મહિના બેંગ્લોરમાં ઇન્ટર્નશિપની ટ્રેનીંગ આપેલ હતી. સમગ્ર ગુજરાતમાંથી ટીશા એકમાત્ર વિદ્યાર્થીનીની પસંદગી થઇ હતી. અમેરિકાના ઇન્ટર્નશિપ-ડે નિમિત્તે કંપની દ્વારા ટાઇમ સ્ક્વેર બાલ્ડિંગ ન્યૂયોર્ક પર તેનો મોટો ફોટોગ્રાફ પણ દર્શાવવામાં આવેલ હતો. મારવાડી યુનિવર્સિટીના રાજેશ પટેલ, મધુ મેમ તેમજ એઆઇનો  અભ્યાસ કરાવતા પ્રોફેસરો તથા યુનિવર્સિટી કમિટીએ તેને બિરદાવી હતી. તેના માતા શિક્ષિકા તરીકે સંસ્કાર સ્કૂલમાં ફરજ બજાવી રહ્યા છે.