ભચાઉ ખાતેથી પવનચક્કીઓના કુલ કી. 1.82 લાખના વાયરની તસ્કરી થતાં ચકચાર
copy image
ભચાઉ ખાતે આવેલ ખોડાસર, ચાંદ્રોડી, જૂના કટારિયા ગામના સીમ વિસ્તારમાં આવેલી જુદી-જુદી કંપનીના જુદા જુદા થાંભલા પરથી તસ્કરોએ કુલ કી. રૂા.1,82,250ના 885 મીટર વાયરની તસ્કરી કરી હતી. ખોડાસર, ચાંદ્રોડી અને જૂના કટારિયામાં એમ.એસ.પી.એલ. તથા ગ્લોબલ વિન્ડપાવર લિમિટેડ કંપનીની પવનચક્કીઓ આવેલ છે. વાવાઝોડાં દરમ્યાન અમૂક થાંભલા તથા વાયર લઇ જવાતાં ચોરીનો આ બનાવ સામે આવેલ હતો. જુદા-જુદા 9 થાંભલાઓ વચ્ચેથી તસ્કરોએ રૂા. 1,82,250ના 885 મીટર વાયર ધારદાર હથિયારથી કાપી તેની ચોરી કરી નાસી ગયેલ હતા. ગત તા. 20/7 થી આજ સુધી બનેલા આ બનાવ બાબતે એન.બી. અર્બન સિક્યુરિટી સર્વિસના પુષ્પેન્દ્ર ચંદ્રપ્રકાશ શર્મા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપસ હાથ ધરી છે.