દહેજ અંગે ઘરેલુ ત્રાસના કારણે નોંધાયેલી ફરિયાદ અંગે કોર્ટે  ભુજના શખ્સને એક વર્ષની સખ્ત કેદ તેમજ કુલ કી. ૫૦૦૦નો દંડ ફટકાર્યો

copy image

કોર્ટ સમક્ષ આવેલ ઘરેલુ હિંસા તેમજ ત્રાસના મામલામાં નોંધાયેલી ફરિયાદ   બાબતે કોર્ટે આરોપી એક વર્ષની સજા તેમજ રૂા. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો, જેની સામે આરોપીને ઉપલી કોર્ટમાં અપીલ કરવા 30 દિવસની મુદ્દત આપેલ હતી. ફરિયાદી નિશાબેન પર આરોપી પતિ નરેન્દ્ર હર્ષદરાય ઉપાધ્યાય સહિત પરિવારના સભ્યો દહેજ અંગે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આ મામલો જ્યુડિશિયલ કોર્ટ સામે પહોંચતાં જજે આરોપી નરેન્દ્રને એક વર્ષની સખત કેદ અને રૂા. પાંચ હજારનો દંડ ફટકારતો આદેશ કર્યો હતો, જેની સામે આરોપીને ઉપલી કોર્ટમાં અપીલ કરવા કોર્ટે તેને 30 દિવસીય મુદ્દત આપેલ હતી. આ કેસમાં ત્રણ શખ્શોને નિર્દોષ જાહેર કરી આઝાદ કરાયા હતા.