અંજારમાં આવેલ કોટેશ્વર સોસાયટીમાં રહેતી મહિલાની છેડતી કરનાર સખ્શ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ કોટેશ્વર સોસાયટીમાં રહેતી એક મહિલાની છેડતી કરતા એક શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. અંજાર ખાતે આવેલી કોટેશ્વર સોસાયટીમાં ગત તા. 31/7ના  આ બનાવ બન્યો હતો. ત્યાં રહેનાર એક મહિલાએ મનીષ શાંતિગર ગુંસાઇ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ આરોપી પોતાની ગ્રે રંગની નંબર વગરની એકિટવાથી આવી મહિલાની વારંવાર છેડતી કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ બાબતે આરોપી સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.