અબડાસા ખાતે આવેલ જખૌમાં વડની ડાળમાં ગળે ફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું

man-suicide_625x300_1526550343160

copy image

અબડાસા ખાતે આવેલ જખૌમાં 30 વર્ષીય યવાણે વડની ડાળમાં ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી અનુસાર જખૌના કોલીવાસમાં રહેતો કાસુ ઉર્ફે કાસમ મીઠુ કોલીએ કોઇ અગમ્ય કારણોસર કોલીવાસ પાછળ આવેલ જારુશાપીરની દરગાહ પાસે વડની ડાળીમાં સાડી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જખૌ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.