ભુજ ખાતે આવેલ કેરા રોડ પર માટી ભરેલ ભારે ટ્રકોની અવરજવરના કારણે રસ્તા પર બેફામ માટી વેરાતા ૧૦ થી ૧૫ બાઈકો સ્લીપ થઈ : ગામ લોકોએ કર્યો રસ્તો બ્લોક
ભુજ ખાતે આવેલ કેરા રોડ પર માટી ભરેલા મોટા મોટા ટ્રકોની અવર જવર હોવાના કારણે રસ્તા પર બેફામ માટી વેરાતી હોવાથી રસ્તાની સ્થિતિ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. રસતા પર બેફામ માટી વેરાતા પરિણામે રોડ પર અકસ્માતનો ભય રહે છે, ત્યારે કેરા રોડ પર માટીના કારણે રોડ રસ્તા ખરાબ થતાં ૧૦ થી ૧૫ બાઈકો સ્લીપ થઈ ગયેલ છે. જેથી ગામ લોકોએ પરેશાન થઈ આખરે રસ્તો બ્લોક કરવાની ફરજ પડી છે. માટી ભરેલ ભારે ભરખમ ટ્રકોની અવર જવર ના કારણે રોડ પર બેફામ માટી વેરાતા રોડ પર અકસ્માતની સંભાવના વધી જતી હોવાથી ગામ લોકોએ રસ્તો બંદ કરી દીધેલ છે. આ પ્રશ્ન બાબતે ટૂંક સમયમાં જ કોઈ હલ આવશે એવી લોકોમાં આશા છે.