ભુજ ખાતે આવેલ મિરજાપરમાં ગૌવંશને કુહાડી મારી ઇજા પહોંચાડાતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

copy image

ભુજ ખાતે આવેલ મિરજાપરમાં સવારના અરસામાં બે ગૌવંશને કુહાડી મારી ઇજા પહોંચાડતાં આરોપી સેમ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મિરજાપર ખાતે આવેલ અંબાજી મંદિર નજીક ગૌવંશજ ગાય અને નંદીને કુહાડી મારી ઇજા પહોંચાડવાના બનાવ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકે વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ ગૌરક્ષાના અધ્યક્ષ ભાવેશ મુકેશભાઇ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓને ફોન આવતાં ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે એક ગાય અને નંદીને કુહાડી વડે માર મારેલી અવસ્થામાં જોવા મળેલ હતા. ત્યાં હાજર એક શખ્શ દ્વારા જાણવા મળ્યુ કે, આ ગાય મારી માલિકીની છે અને મંદિર પાસે રહેતા આરોપી હીરા ભચુ કોલી કુહાડી વડે મારતો હોવાની મને જાણ થતાં હું અહીં પહોંચ્યો ત્યારે આ આરોપી હીરા જેની કુહાડી હતી તે લઇને ઘરે ચાલ્યો ગયેલ હતો અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ વાન આરોપીને લઇ ગઇ હતી અને ગાય માલિક આદમભાઇ ગાયને સારવાર માટે લઇ ગયેલ હતા. આ ઉપરાંત ઘાયલ નંદીને પણ સારવાર અર્થે મોકલાવી દેવામાં આવેલ છે. પોલીસે પશુઓ પ્રત્યે ઘાતકીપણાના અધિનિયમ તળે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.