ગાંધીધામ ખાતે આવેલ ગણેશનગરમાં રહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને ભેટો કર્યો

Pesticide-poisoning-suicide

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગણેશનગર વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના જીતુ કનૈયાલાલ કઠેરિયા નામના યુવાકે  ઝેરી દવા પી લઇ મોતને ભેટો કર્યો હતો. મળેલ માહિતી અનુસાર યુવાનના માતા-પિતા તેના વતનમાં રહે છે. યુવાન કામ ધંધાર્થે ગાંધીધામ ખાતે આવેલ હતો. છેલ્લા કેટલાક સમયથી સૂનમૂન રહેનારા આ યુવાને ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લઇ પોતાનું જીવન ટુંકાવ્યુ હતું. યુવાને કયા કારણોસર આવો કદમ ઉઠાવ્યો તે અંગે  પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.