અબડાસામાં આવેલ મોટી વામોટીમાથી ગંજીપાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા : બે ફરાર

589700500jugar

copy image

અબડાસા ખાતે આવેલ મોટી વમોટીમાંથી ગંજીપાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા બે ઈશમોની ઝડપી પડાયા જ્યારે બે નાસી છૂટયા હતા. મળેલ માહિતી અનુસાર અબડાસા તાલુકાના મોટી વમોટી ગામની બહાર મતિયાદેવના મંદિરની પાછળ બાવળોની ઝાડીમાં ગત દિવસે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા રમજુ કાસમ કોરેજા અને અબ્દુલ ફકીરમામદ કુંભારને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે ઇકબાલ અધલ કુંભાર અને મુબારક ઉર્ફે ચીચલો ફકીરમામદ કુંભાર નાસી છૂટયા હતા. આ દરોડા દરમ્યાન નલિયા પોલીસે રોકડા રૂા. 1740નો મુદ્દામાલ કબ્જે કરી  ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.