લુડિયા ખાતે આવેલ ત્રણ રસ્તા પર બાઇકસવાર દંપતીને ટ્રકે હડફેટે લેતાં સર્જાયું અકસ્માત : પત્નીનું મોત
copy image
ગત દિવસે હાજીપીરથી ખાવડા તરફ બાઇકથી જઇ રહેલા દંપતીને લુડિયા ત્રણ રસ્તા પાસે એક ટ્રકે હડફેટે લેતાં મુમતાજબેન મોહમદ જાકીર શેખને માથાંના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી જેના કારણે તેમનું મોત નીપજયું હતું. સવારે 10-30 વાગ્યાના અરસામાં લુડિયા ત્રણ રસ્તા નઝીક બનેલા આ અકસ્માત બાબતે ખાવડા પોલીસ મથકે મોહમ્મદ જાકીર હુશેન શેખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેમના પત્ની મુમતાજબેન હાજીપીરથી બાઇક નં. જી.જે. 12 સીઇ 2704વાળી લઇને ખાવડા તરફ જઈ રહ્યા હતા. તે દરમીયાન લુડિયા ત્રણ રસ્તા પાસે ભિરંડિયારા તરફથી આવતી ટ્રકે અચાનક બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયું હતું. આ અકસ્માતમાં બન્ને પતિ-પત્ની ઘાયલ થયા હતા. પત્ની મુમતાજ બેભાન અવસ્થામાં હતા, તેમણે સારવાર અર્થે ખાવડા અને ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મુમતાજબેનને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે.