અંજાર ખાતે આવેલ ચંદિયામાં 23 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો
copy image
અંજાર ખાતે આવેલ ચંદિયાના નવાવાસમાં રહેનાર જિજ્ઞા નામની યુવતી ગત દિવસે સવારે પોતાના ઘરે હતી. તે દરમ્યાન તેણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી અનુસાર આ યુવતીની માનસિક બીમારીની દવા ચાલુ હતી, તેવું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.