રાપરમાં  દૂધ ડેરી વિસ્તારમાંથી પાંચ જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડયા હતા  

970736623Jugar

copy image

રાપરમાં આવેલ  દૂધ ડેરી વિસ્તારમાં રહેતા અમીનાબેન શેખના ઘરની બાજુમાં અમુક શખ્સો ગત દિવસે સાંજે જુગાર રમતા પાંચ સખ્શોને ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપરમાં  દૂધ ડેરી વિસ્તારમાં અમુક સખ્શો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા લતીફ સંગ્રામજી સમા, રસુલ ગફુર શેખ, હુસેન જુસબ સોતા, રફીક આમદશા શેખ તથા શૈલેશ બાબુ કોળી નામના ઈશમોને પોલીસે ઝડપી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી કુલ કી. રૂા. 11,300 તેમજ ત્રણ  મોબાઇલ એમ કુલ રૂા. 15,800 નો  મુદ્દામાલ કબ્જે કર્યો હતો.