અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં  મારામારી કેસમાં મહિલા આયોગે પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો

અંજાર ખાતે આવેલ મેઘપર બોરિચીમાં આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ પર હુમલા બાબતે રાષ્ટ્રીય મહિલા આયોગે કાર્યવાહી કરવા તેમજ પૂર્વ કચ્છ પોલીસવડા પાસે 15 દિવસમાં રિપોર્ટ માગ્યો હતો. મેઘપર બોરિચીમાં રવિન્દર નરેન્દ્ર સબરવાલ પર શક્તિસિંહ અનોપસિંહ જાડેજા તથા તેના પુત્ર હરદીપસિંહ શક્તિસિંહ જાડેજા અને અજાણ્યા સાત ઈશમોએ હુમલો કર્યો હતો. આ બનાવ પશ્ચાત તેમના પત્ની રીના સબરવાલે રક્ષણની માંગ કરેલ હતી. આ અંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા એસ.પી.ને ત્રણ દિવસમાં કાર્યવાહીનો નિર્દેશ કરેલ હોવા છતાં કોઈ નિર્ણય ન આવતા રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને 15 દિવસમાં કમિશનને જાણ કરવા જણાવાયું હતું. ત્યારે નવા એસ.પી.એ ચાર્જ સંભાળતા કાર્યવાહી થવાનો આશાવાદ વ્યક્ત કરાયો હતો.