મુંન્દ્રા ખાતે આવેલ પત્રીમાં બે જૂથ વચ્ચેની મારામારી થયા હોવાની ફરિયાદ સાત દિવસ બાદ પોલીસ ચોપડે ચડી

મુંદરા ખાતે આવેલ પત્રી ગામે ગત તા. 28/7ના બપોરે બે જૂથો વચ્ચે હાથાપાઇ સર્જાતાં સાત દિવસ બાદ આજે બંને પક્ષોએ સામ-સામી 12 સખસો  વિરુદ્ધ પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વેજીબેન વાલજીભાઇ ચાડે નોંધાવેલી ફરિયાદ અનુસાર અગાઉની ચૂંટણીનું મનદુ:ખ રાખીને આરોપીઓ એક સંપ કરી ફરિયાદીના ઘરમાં અપપ્રવેશ કરી ફરિયાદીને ઢસડી ઘરની બહાર કાઢી લાતો વડે માર મારી ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધાની ફરિયાદ આરોપીઓ ભારતીબેન, કનકસિંહ હરિસિંહ, ભરત વાલા બરાડિયા, અનિરુદ્ધસિંહ શિવુભા જાડેજા, લાલો મજાભાઇ આહીર, હરેશગર ગોવિંદગર ગુંસાઇ તથા હર્ષ સામે નોંધાવી છે.

                તેમજ વિરુદ્ધ પક્ષે ભારતીબેન કિશોરભાઇ ભેદાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર લાંબી શેરીમાં રસ્તાનું કામ ચાલતું હોઇ ગ્રામજનોની સહી લેવા નીકળતા આરોપીઓએ મનદુ:ખ રાખી પ્રથમ આરોપી વેજીબેને ફરિયાદીને ધકબુશટનો માર મારી ગાળાગાળી કરતા અન્ય આરોપીઓ સાથે મળી ધોકા વડે માર મારી સોનાની ચેન ઝૂંટવી લીધાની ફરિયાદ આરોપીઓ વેજીબેન, વિઠલ, પ્રવીણા, લખુ કચરા અને વાલજીભાઇ સામે નોંધાયા છે. પ્રાગપર પોલીસે બંને પક્ષો સામે વિવિધ કલમો તળે નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.