વડોદરાથી ગાંધીધામ આવતી ટ્રેનમાં રૂા. 30 હજારના મોબાઈલની તસ્કરી

Thief stealing smartphone - cartoon people characters illustration isolated on white background. High quality composition with a criminal in a mask running with a big stolen gadget

વડોદરાથી ગાંધીધામ આવતી ચાલુ ટ્રેનમાં એક યુવકના રૂા. 30,000ના મોબાઈલની કોઈ શખ્સોએ તસ્કરી કરી હતી. આદિપુરના પાંજો ઘર – ડી-સી-પાંચ નજીક સબ સ્ટેશન કોલોનીમાં રહેનાર અનિરુદ્ધ અરજણ નકુમ નામનો યુવાન કામ અર્થે વડોદરા ગયેલ હતો. ફરિયાદી અને તેનો મિત્ર તા. 28/7ના વડોદરાથી ગાંધીધામ પરત આવવા સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર એસ-1ની સીટ -60, 57 ઉપર મુસાફરી કરી રહ્યા હતા. ફરિયાદીએ પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી ઓસીકા નીચે મૂકેલો હતો અને આ બન્ને મિત્રો સૂઈ ગયેલ હતા. તે દરમ્યાન વિરમગામ રેલવે મથક નઝીક આવતાં ફરિયાદી જાગી ગયેલ હતા અને પોતાનો મોબાઈલ ગુમ થયેલ માલૂમ પડ્યો હતો. કચ્છ તરફ  આવતી અને જતી ટ્રેનોમાં લૂંટ, ચીલઝડપ, કોઈ પદાર્થ સુંઘાડી વસ્તુઓની ચોરીનું પ્રમાણ વધતાં મુસાફરોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.