ભુજ શહેરના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ નશાયુક્ત હાલતમાં કર્યો હંગામો ; પોલીસે એક શખ્સની કરી ધરપકડ

hathkadee

copy image

ભુજ  ખાતે આવેલ  મુંદરા તરફ જતા ધોરીમાર્ગ પર રસ્તાની બન્ને તરફ ઊભી થયેલી વસાહતોમાં મોડી સાંજે અમુક લોકો દ્વારા હંગામો ઊભો કરી દેવાયો હતો. આ બાબતે પોલીસને જાણ થતાં તુરંત પોલીસ ત્યાં પહોંચી આવેલ હતી.  નશાયુક્ત હાલતમાં અમુક ઈશમો  ધમાલ મચાવી અશોભનીય વર્તન કરી રહ્યા હતા. તેમજ ગાળા ગાળી કરતા આ શખ્સોએ રસ્તા પરથી પસાર થતા લોકોને પણ કનડગત કરી બોલાચાલી કરી રહ્યા હતા. આ મામલો વધતાં પોલીસે દોડી જઈ એક શખ્સની ધરપકડ કરી હતી તેવું જાણવા મળેલ હતું.