ભુજ તાલુકામાં આવેલ વરલીમાંથી કુલ કી. 66,700ના મુદામાલ સહિત  છ જુગારપ્રેમીઓને  ઝડપી પાડતી પદ્ધર પોલીસ

jugar-1-2-960x640-1

copy image

પદ્ધર પોલીસ ડ્યૂટિ પર હતી તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે  વરલી ગામમાં અમુક ઈશમો પાબુદાદાના મંદિર સામે આવેલ ચોકમાં જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના વરલી ગામે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા મગનભાઈ સામતભાઈ મહેશ્વરી, મંગાભાઈ ખીમાભાઈ બરાડિયા, અલ્પેશગિરિ મહાદેવગિરિ ગોસ્વામી, શંકરભાઈ ગોવિંદભાઈ બરાડિયા, ગુમાનસિંહ મહોબ્બતસિંહ વાઘેલા અને ઈશાકભાઈ અબ્દુલભાઈ સાંઘાણીને કુલ કી. 66,700ના  મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ સામે પોલીસે જુગારધારા તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.