નખત્રાણા તાલુકાનાં પાંચાણીનગરમાં પાણી પ્રશ્ને રહેવાસીઓ ભારે પરેશાન : બહોળી સંખ્યામાં મહિલાઓ રેલી રૂપે જોડાઈ તાલુકા પંચાયતની કચેરીએ જઈ આવેદન પત્ર આપ્યું

98789385

copy image

નખત્રાણા તાલુકામાં વારંવાર પાણી પુરવઠો સદંતર બંધ રહેતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આ બાબતે તંત્ર દ્વારા દાદ ન મળતા અંતે આ વિસ્તારની મહિલા મંડળની 50 જેટલી મહિલાઓએ પ્રાંત અધિકારી, નગરપાલિકા, મામલતદાર, તાલુકા પંચાયતની કચેરીએ જઈ આવેદન આપી રૂબરૂમાં રજૂઆત કરેલ હતી. આવેદનપત્રમાં રહેવાસીઓએ આ વિસ્તારની વારંવાર નહિંવત પાણી પુરવઠો તેમાંયે કાયાવાળું દૂષિત પાણી આવી રહ્યું છે. આ લાંબા સમયથી પાણીની સમસ્યા નિવારવા માંગ કરાઈ હતી. નગરપાલિકાના વહીવટી અધિકારી મામલતદાર એફ.ડી. ચૌધરીએ પાંચાણી નગર રહેવાસીઓની પાણીની સમસ્યા નિવારવા કાર્યવાહી કરવા ઝૂબાન આપેલ હતી. મહિલા મંડળના આરતીબેન રાજગોર, લતાબેન રાજગોર, મનીષાબેન રાજગોર, ધર્મિષ્ઠાબેન ભટ્ટ, વર્ષાબેન જોશી, પ્રેમીલાબેન વાળંદ, મિતલબેન વાળંદ, લક્ષ્મીબેન સીજુ, જશોદાબેન નાથબાવા, શીતલબેન વાળંદ, અમૃતાબેન સીજુ, અર્ચનાબેન વાળંદ, વાલુબેન મારવાડા, ફાતિમાબેન રાયમા સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ રેલી રૂપે જોડાઈ આવેદન આપેલ હતું. આ પાણી સમસ્યા બાબતે ટૂંક સમયમાં જ કોઈ કામગીરી થશે તેવી લોકોમાં આશા છે.