નખત્રાણાના સરહદી વિસ્તારના ઐયર ગ્રામપંચાયત હસ્તકનાં ગામડાઓના લોકો કાયાવાળા પાણીથી પરેશાન
copy image
નખત્રાણાના સરહદી વિસ્તારના આમારા, રતડિયા, ઐયર ગામોમાં નખત્રાણા તાલુકા પાણી પુરવઠા યોજના અંતર્ગત ચાલતી સ્થાનિક ગ્રામ પંચાયત સંચાલિત પાણી પુરવઠા યોજનાનું પાણીના બોર-કૂવાનું ક્ષારજનક વધુ પ્રમાણમાં ટીડીએસયુકત કાયા વાળું પાણી લોકોને આપવામાં આવતું હોવાથી સમસ્યા નિવારવા ગ્રામજનો છેલ્લા છ માસથી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે છતાં કોઇ દાદ મળતો નથી. ઐયર ગ્રામ પંચાયતના ઉપસરપંચ હરિભાઇ આહીર દ્વારા મળેલ માહિતી અનુસાર ત્રણ વરસથી ઉપરના સમયથી આ વિસ્તારના ગામોને નર્મદા યોજનાની પાણી પુરવઠાની લાઇનમાંથી પાણી પુરવઠો આપવાની યોજનામાં પાણીની પાઇપલાઇનો બેસાડવામાં આવેલ છે. જે પૈકી તમામ ગામોને પાણી પુરવઠો આપવામાં આવે છે. જ્યારે ઐયર, આમારા, રતડિયા ગામોની સદરહુ નર્મદા યોજનાની પાઇપલાઇનમાં જોડાણ આપવામાં આવેલ નથી. જેના કારણે દૂષિત પાણી પર નિર્ભર રહવેઉ પડે છે. ગામના અગ્રણી હમીરભાઇ આહીર દ્વારા જાણવા મળ્યું હતું કે, ક્ષારયુકત કાયાવાળું પાણી લોકોના આરોગ્યને નુકસાન પહોચાડતું હોવાથી રોગચાળો ફેલાવાનો ભય વધી રહ્યો છે તેથી હવે નર્મદા યોજનામાંથી પાણી પુરવઠો મળે તે હિતાવહ છે. ઘણા ગ્રાજનોને 3 કિ.મી. અંતરેથી વીરડા કૂવાનું પાણી ભરવા જવાની ફરજ પડે છે તેવું પણ જાણવા મળેલ હતું.