આબડાસા ખાતે આવેલ તેરા ગામમાથી 81,510ના મુદ્દામાલ સહિત દસ જુગાર પ્રેમીઓ ઝડપાયા

copy image

નલિયા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આબડાસા ખાતે આવેલ તેરા ગામમાં હવેલીની બાજુમાં રહેતા શૈલેન્દ્રસિંહ ગાભુભા બેરાચ પોતાના રહેણાકનાં મકાનમાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યો  છે. પોલીસે દરોડો પાડતાં ધાણીપાસા વડે જુગાર રમતા મહાવીરસિંહ દાજીભા સોઢા, પ્રવીણસિંહ આશુભા જાડેજા, જીલુભા ભોજરાજસિંહ સોઢા, આસિફ રમજાન મંધરા, ઇશાક ઓસમાણ જત, ભાવિક ચંદ્રકાંત ગોર, હીરજી વેરશી કોલી તથા અલી જુસબ મંધરા અને હસન આદમ મંધરાને ઝડપી લીધા હતા, જ્યારે આ અડ્ડાનો સંચાલક શૈલેન્દ્રસિંહ હાજર મળી આવેલ ન હતો. ઝડપાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂા. 37,010, સાત મોબાઇલ કિં. રૂા. 44,500 એમ કુલે રૂા. 81,510નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નલિયા પોલીસે લઇ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.