શીદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રાગપર પોલીસ

2570ab07-32ef-4305-b881-0b4e21e6b054

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ ડી. જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોઇ જે અન્વયે પ્રાગપર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી આર. એન વાડલે પ્રાગપર પો.સ્ટે.નાઓ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ગેલડા ગામ તરફ જવાના ચાર રસ્તા પાસે પહોચતા પો.હેડ.કોન્સ ભરતકુમાર એમ ગેલોત નાઓને મળેલ બાતમી આધારે ગેલડાથી બેરાજા જતા ગેલડા સીમમાં આવેલ નાગમતી નદી વિસ્તારની બાજુમાં પડતર જગ્યામાં મોટી ભુજપુર ગામના પ્રોહી બુટલેગર મંગુભા શીવુભા જાડેજાનાઓ પોતાના ભાડુઆતી માણસો દ્રારા દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશીદારૂનો જથ્થો એકઠો કરી દારૂનું ચોરી છુપીથી અન્ય જગ્યાએ સપ્લાય કરે છે અને હાલમાં દેશીદારૂની ભઠ્ઠી ચાલું છે. તેવી બાતમી આધારે રેઇડ કરી દેશીદારૂ ગાળવાનો આથો તથા દેશી દારૂ ભરેલ કેરબા તથા અખાધ્ય ગોળની ભીલીઓ તથા ભઠ્ઠી ગાળવાના સાધનો તથા વાહન સાથે એક ઇસમને પકડી મળી આવેલ તથા સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પ્રોહી એક્ટ તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • મુદામાલની વિગત સ

(૧) દેશીદારૂ ગાળવાનો આથો કુલ-૫,૦૦૦ લીટર કિ.રૂ.૧૦,૦૦૦/- (૨) ૨૦-૨૦ લીટરની ક્ષમતા વાળા દેશી દારૂ ભરેલ કેરબા કુલ નંગ.૦૮ લીટર-૧૬૦ કી.રૂ.૩૨૦૦/-

(૩) અખાધ્ય ગોળની ૧૦-૧૦ કીલ્લોની ભીલીઓ નંગ-૨૮ જેની કી.રૂ.૨૮૦૦/-

(૪) ઇન્ડીયન કંપનીના ગેસ ભરેલ ખાટલાઓ નંગ-૦૩ કિમત રૂ.૫,૫૦૦/- (૫) એક લોખંડનો ગેસનો ચુલો કિમત રૂ.૧૦૦૦/-

(૬) એલ્યુમીનીયમ ગમેલા નંગ-૦૨ કિમત રૂ.૨૦૦/-

(૭) પ્લાસ્ટીકની ડોલ નંગ-૦૨ કિમત રૂ.૪૦/-

(૮) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫૦૦૦/-

(૯) પીકઅપ બોલેરો ગાડી કિમત.રૂ.૨,૦૦,૦૦૦/- મળી એમ કુલ્લે કિં.રૂ.૨,૨૭,૭૪૦/- નો મુદ્દામાલ

  • પકડાયેલ આરોપી-

માધ ગફુર સમા ઉ.વ.૧૯ રહે.ધ્રોબાણા (ખાવડા) તા.ભુજ

  • પકડવાના બાકી આરોપીઓ-

(૧) મંગુભા શીવુભા જાડેજા રહે.મોટી ભુજપુર તા.મુંદરા (૨) મજીદ સમા રહે મોટા(ખાવડા)તા. ભુજ

  • કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :- આ સફળ કામગીરીમાં પ્રાગપર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી આર.એન.વાડલેનાઓ સાથે એ.એસ.આઇ. ગોપાલભાઇ દામજીભાઇ મહેશ્વરી તથા પો.હેડ કોન્સ. નરેન્દ્રસિંહ રાણુભા જાડેજા તથા ભરતકુમાર મંછાજી ગેલોત તથા પો.હેડ.કોન્સ ભાવીનદાન એસ.ગઢવી તથા આઉટસોર્સ ડ્રાઇવર કાનજી હરદાસભાઇ ગઢવી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.