લુણીમાં 22 બિયરના ટીન જપ્ત સહિત એક શખ્સને ઝડપી પાડતી મુંદરા મરીન પોલીસ
copy image
ગત શનિવારે મધ્ય રાત્રીના સમયે મુંદરા મરીન પોલીસે ખાનગી રાહે મળેલ પૂર્વ બાતમીના આધારે લુણીની નદીમાં આવેલા કુલદીપસિંહ જુવાનસિંહ જાડેજાના કબજાના વાડામાંથી ગેરકાયદે વેચાણ અર્થે રાખેલા બિયરના ટીન નંગ-22 કિં. રૂા. 2200 તથા એક બાઇક કિં. રૂા. 25000ના મુદ્દામાલ સાથે કુલદીપસિંહને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ બે ગુના દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.