માંડવી ચેમ્બર દ્વારા સતત 11માં વર્ષે પાંજરાપોળો અને ગામોમાં 17.60 લાખ કિલો લીલા ઘાસ-ચારાનું નીરણ કરવામાં આવ્યું

copy image

માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત 11મા વર્ષે ઉનાળાની આગઝરતી લૂમાં. જાહેર કરેલા 75 દિવસમાં 275 લીલાચારાની ગાડીઓ દ્વારા રૂપિયા 38,93,677ની માતબર લાગતથી 17,60,160 કિલો લીલી જુવાર તેમજ મકાઇ નીરણ કરવામાં આવ્યા. દાતાઓના કાયમી દાનના સહારે હજી 75થી 100 ગાડીઓ નીરણ કરી શકાશે. ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, નવીનભાઇ બોરીચા, પારસભાઇ શાહ, ચંદ્રસેનભાઇ કોટક, અરવિંદભાઇ ગાલાના જણાવ્યા અનુસાર માંડવી ચેમ્બર પાસે દાતાઓ વરસી પડતાં 20 જેટલી પાંજરાપપોળો, મહાજનની વસ્તી વગરનાં ગામો તથા તરછોડી દીધેલી ગાયો અને ભટકતા આખલાઓને 275 ગાડીઓથી નીરણ કરવામાં આવ્યું છે. માગણીથી અધિક દાન આવી જતાં હવે આ વર્ષે ઘાસચારા માટે કોઇ જ દાતાએ દાન મોકલવું નહીં. ખેતરોના શેઢે, જંગલોમાં, ગૌચરમાં, રખાલોમાં મોટી માત્રામાં ઘાસ ઉગતાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઘાસની ગાડીઓ મોકલવાની ના પાડતાં ચેમ્બર હવે બાકીની ગાડીઓ પાંજરાપોળોને મોકલશે તેવું પ્રમુખ શ્રી દોશી દ્વારા જાણવા મળ્યું છે.