copy image

રાપર તાલુકાનાં બાલાસર નજીક  બે બાઇક ટકરાતાં થયું અકસ્માત : એક બાઈકચાલકનું મોત

રાપર ખાતે આવેલ બાલાસર નજીક સામ સામી બે બાઇક ટકરાતાં એક બાઇકના ચાલકને  ગંભીર ઇજાઓ પહોચતા મોત નિપજ્યું હોવાની ઘટના બાલાસર પોલીસ મથકે નોંધાઇ છે.આ ઘટના બાબતે રાપર ખાતે આવેલ  વેરસરા ગામના હાલમાં ભુજ રહેતા અને બોર્ડરવિંગમાં ફરજ બજાવતા બધુભા રાસુભા જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.

 નોંધાવેલી ફરિયાદમાં અનુસાર, ગત તા.5/8 ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં તેમના મોટાભાઇ સમુભા ઉર્ફે સમરતસિંહ રાસુભા સોઢા બાઇક પર બાલાસર ગામે ગયેલ હતા તે દરમીયાન લોદ્રાણી તરફથી પૂરઝડપે બાઇક લઇને જઇ રહેલા વિક્રમસિંહ સોઢાએ તેમની બાઇક અથડાવતાં તેમના મોટાભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે પ્રથમ રાપર ત્યાંથી સામખિયાળી તેમજ વધુ સારવાર માટે ગાંધીધામ લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેમણે દમ તોડ્યો હતો. મૃતકના ભાઈ દ્વારા જીવલેણ અકસ્માત સર્જનાર વિક્રમસિ઼હ સોઢા સામે બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.