નારણપર ખાતે આવેલ પસાયતીમાં 2 યુવાનો વચ્ચે મારામારીમાં લોખંડનું પાનું ફટકારી દેવાયું : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
નારણપર ખાતે આવેલ પસાયતી ગામે બાલા હનુમાન મંદિરના રસ્તા પાસે જાહેરમાં મારામારી થઇ હતી જે અંગે માનકુવા પોલીસ મથાકે સામસામે ફરિયાદ નોંધાઈ છે.
ફરીયાદી રમેશ ધના સથવારા દ્વારા જાણવા મળ્યું કે તે બાઈક પર બોલેરો ગાડીનું ટાયર લઈને પંચર કરાવવા જઈ રહ્યા હતા તે દરમીયાન ગામના અબદ્રેમાન મામદ જત પોતાની એકટીવા લઈને પાછળ પાછળ આવતો હોઇ બાઈકમાં ટાયર બાંધેલો હોઈ પગથી લાતો મારતો હતો જેથી કાબુ ગુમાવવા છતાં પણ બાઈક કંટ્રોલમાં કરી ઉભી રાખીને ફરિયાદીએ તેને કહ્યું કે, તું કેમ આવી રીતે લાતો મારે છે તેમ કહેતાની સાથે જ તેણે તારી હલકાઇ છોડી દેજે નહીં તો આવું નહીં થાય તેમ કહી ગાળો આપી એકટીવામાંથી લોખંડનું ટાયર ખોલવાનું પાનું કાઢી મોઢાના ભાગે માર માર્યો હતો જેના કારણે આસપાસના લોકો આવી જતા આરોપી નાસી છૂટ્યો હતો. તે દરમિયાન અબદ્રેમાન જતે રમેશ ધના સથવારા સામે પ્રતિ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, આરોપીએ ફરિયાદીની બાઇકને ઓવરટેક કરી તું મારી ગમે તેમ ખોટી વાતો કરે છે અને રસ્તામાં જતો હોઉં ત્યારે હાથ લાંબા કરીને ખોટા ઇશારા કરે છે તેમ કહી લોખંડનું પાનું માર્યું હતું જેથી સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે સારવાર અંગે લઈ જવાયા હતા. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.