ભચાઉ ખાતે આવેલ સુરજબારી નજીક ડમ્પર એસટી બસમાં અથડાતા થયું અક્સમાત : સદભાગ્યે જાનહાની ટળી  

copy image

ભચાઉ ખાતે આવેલ સુરજબારી પુલ નજીક બેફામ ગતિથી જતા ડમ્પર ચાલકે એસટી બસમાં ટક્કર મારતાં બસ બંધ પડેલા ટ્રકમાં અથડાતાં ત્રિપલ અકસ્માત થયો હતો, સદ્દભાગ્યે આ અકસ્માતમાં દુર્ઘટના ટળી હતી માત્ર નુકશાન થયું હતું. બસ ચાલક દ્વારા ડમ્પર ચાલક સામે ભરતભાઇ કરશનભાઇ ખટાણાએ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉના એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ કરશનભાઇ ખટાણા દ્વારા  નોંધાવેલી ફરિયાદમાં અનુસાર તેઓ ગત તા.6/8 ના રોજ સાંજે જખૌ બંદરથી દિવ રૂટની બસ લઇને કન્ડક્ટર જીતેન્દ્ર સામજીભાઇ સાંખડ સાથે નિકળેલ  હતા. તે દરમીયાન રાત્રે સાડા બાર વાગ્યે તેઓ સરજબારી પુલ નજીક પહોંચ્યા ત્યારે આગળ બ્રેકડાઉન પડેલી ટ્રકને કારણેુ તેમણે બ્રેક માર્યા ત્યારે જ પાછળ પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે તેમની બસમાં ટક્કર મારતાં બસ આગળ બંધ પડેલી ટ્રકમાં અથડાઇ હતી જેના કારણે અકસ્માત સર્જાયું હતું. સદ્દભાગ્યે આ ત્રીપલ અકસ્માતમાં કોઇને ઇજા પણ પહોંચેલ ન હતી પરંતુ, સરકારી બસને નુકશાન પહોંચ્યું હતું. મુસાફરોને બીજી બસમાં મોકલી ડમ્પર ચાલક સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.