અંજારમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય પાસેથી પોલીસે 5,55,800ના મુદામાલ સાથે ચાર જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા

copy image

અંજાર શહેરમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય પાસે જુગાર રમતા ચાર શખ્સને રોકડ રૂા. 25,800  સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર અંજારમાં પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાં બટુક પ્રજાપતિની દુકાનની સામેવાળી ગલીમાં અમુક ઈશમો પત્તા ટીંચી રહ્યા હતા, તે દરમીયાન આવેલી પોલીસે હૈદરશા કાસમશા શેખ, સલીમ રમઝાન રાયમા, હનિફ ભચુ સોઢા અને જુશબ આલીશા શેખને પકડી પાડયા હતા, પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 25,800 તથા બે મોબાઇલ અને બે વાહન એમ કુલ રૂા. 5,55,800નો મુદ્દામાલ કબ્જે કર્યો  હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.