ભુજ તાલુકાના કુકમામાંથી કુલ રૂા 37,900ના મુદ્દામાલ સાથે પાંચ ખેલીઓને ઝડપી પાડતી પદ્ધર પોલીસ

copy image

 ભુજ ખાતે આવેલ કુકમા ગામમા પ્રમુખ સ્વામી નગરના સાર્વજનિક જગ્યાના લીમડાના ઝાડ નીચે આજે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા સુધીરભાઇ જીવરામભાઇ ટાંક, બનવારીલાલ સુરજભાણ જોશી, કિરણભાઇ નોઘજીભાઇ ગોહિલ, જયપ્રકાશ માવજીભાઇ ટાંક તેમજ રમેશભાઇ ભવાનભાઇ પરમારને રૂા. 16,900 તથા છ મોબાઇલ કિં. રૂા. 21,000 એમ કુલે રૂા 37,900નો મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.