બે બાઇકચોરીના ભેદ ઉકેલતી નખત્રાણા તેમજ ભુજ બી-ડિવિઝન પોલીસ
નખત્રાણા પોલીસ તેમજ ભુજ બી-ડિવિઝન પોલીસે બે ટુ વ્હીલર ચોરીના ભેદ ઉકેલ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ મંગવાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં વાહન ચેકિંગમાં હતા તે દરમીયાન ગઢશીશા તરફથી આવતી બાઇકને રોકાવી ચાલક પાસે તેના કાગળો માંગતાં તે આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો. બજાજની બોક્સર બાઇક નં. જી.જે. 12-એલ. 7211વાળી સાથે આરોપી લક્ષ્મીચંદ ઉર્ફે લખુ કેસર સંઘારની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમીયાન આ બાઇકની ચોરી થયાનું સામે આવેતા તેની વિધિવત આજે ફરિયાદ નોંધાવવામાં હતી. દરમ્યાન ભુજના ભાવેશ્વર નગરની બિલ્ડિગના પાર્કિંગમાંથી ગત તા. 5/8ના ચોરાયેલી પ્લેઝર નં. જી.જે. 12-બી.એચ. 2669નો ભેદ બી-ડિવિઝન પોલીસે ઉકેલી લીધો છે. આ ચોરી બાબતે હે.કો. મયૂરસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે કેમ્પમાં રહેતા ઇમરાન ગની કુંભાર અને પેરેડાઇઝ બિલ્ડિંગ પાછળ રહેતા આમીર જુસબ તુરિયાને અટક કરી તેની પૂછપરછ કરતાં પ્લેઝરની ચોરી કબૂલી લીધી હતી.