ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં યુવાન પર ચાર શખ્સનો હુમલો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ભચાઉ ખાતે આવેલ સામખિયાળી ગામમાં  રહેતા યુવાનના ઘરમાં ઘુસીને ચાર શખ્સે માર મારતા અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પાહોચાડી હતી. મળેલ માહિતી અનુસાર ગત મંગળવારના આ બનાવ બન્યો હતો. અહીંના ગૌરી નગરમાં રહેતા નવીન બાબુભાઈ પાયણા પોતાની ઘરે હતા. તે દરમીયાન પ્રકાશ બાબુલાલ મારાજ, ભાવેશ બાબુલાલ મારાજ, મિતેષ બિજલ મારાજ અને ભમર આહીર લોખંડનો પાઈપ, લાકડી લઈ ઘરમાં ધસી ગયા હતા. તહોમતદારોએ તુ અમારી પાછળ પડી ગયો છો, તેમ કહી માર માર્યો હતો અને ધમકી આપી હતી. આ બાબતે પોલીસે ગુનો નોધી વધુ  તપાસ હાથ ધરી છે.