ભુજ ખાતે આવેલ મોટા રેહાની બે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડી દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરતી પદ્ધર પોલીસ

ભુજ ખાતે આવેલ મોટા રેહામાં બે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઇડ પાડી માલ કબ્જે કર્યો હતો. મળેલ માહિતી અનુસાર પદ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોટા રેહાનો ભીખુભા અખેરાજ જાડેજા ગામની ઉતરાદી સીમમાં પોતાના કબજાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠીમાં દારૂ ગાળે છે. મળેલ બાતમી આધારે પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો 900 લિટર અને 420 લિટર દેશી દારૂ તથા અન્ય સાધન સામગ્રી જપ્ત કરી હતી. જ્યારે બાતમીના આધારે મોટા રેહાના રતનસિંહ નારણજી જાડેજાની વાડી ઉપર પણ આવો જ દરોડો પાડી 800 લિટર આથો અને સામગ્રી જપ્ત કરી લીધી હતી. બન્ને આરોપી હાજર મળેલ ન હતા. બન્નેને ફરાર જાહેર કરી કાયદેસરનો ગુનો દાખલ કરી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.