અંજારમાં વીજ આંચકાએ એક 8 વર્ષીય માસુમનો જીવ લીધો

copy image

 અંજારની જૂની કોર્ટ પાછળ અંજલિનગર વિસ્તારમાં વીજ થાંભલા નજીક વીજશોક લાગતાં દર્શિલ સુરેશ બાંભણિયા (ઉ.વ. 8) નામનાં બાળકનું મોત નીપજયું હતું, અંજારની જૂની કોર્ટ પાછળ અંજલિનગર વિસ્તારમાં ગત દિવસે રાતના અરસામાં આ બનાવ બન્યો હતો. મળેલ માહિતી અનુસાર પ્રભાતનગરમાં રહેનાર દર્શિલ નામનું બાળક રમતાં રમતાં ત્યાં પહોંચી ગયું હતું અને વીજ થાંભલાને અડી જતાં તેને વીજશોક લાગ્યો હતો જેના કારણે આ માસૂમનું મોત થયું હતું. અન્ય એક બાળકે દોડી જઇને આ બાળકના પરિવારજનોને વાત કરી હતી. આ બાળકને સારવાર અર્થે  હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતું ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું. બનાવથી ભારે ગમગીની પ્રસરી હતી. આ બાળકનું શરીર કાળું પડી ગયેલ હોવાથી વીજશોકથી તેનું મોત થયું હશે તેમ અનુમાન લગાવવામાં આવેલ છે, છતાં પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે તેવું તપાસ કરનાર પી.એસ.આઇ. બી. જી. ડાંગર દ્વારા જાણવા મળ્યું હતું.