વરસાણા ઇસ્પાત કંપનીની પાછળ આવેલ બાવાળોની ઝાડીમાં જુગાર રમતા સાત સખશોને કુલ 26,81,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ : એક શખ્સ ફરાર
copy image
પોલીસ ગાંધીધામ ભચાઉ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરીયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, વરસાણા ઇસ્પાત કંપનીની પાછળ આવેલ બાવાળોની ઝાડીમાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હરજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી કુલ કી.26,81,000ના મુદામાલ સાથે સાત ઈશમોને ઝડપી પાડ્યા હતા તેમજ એક નાશવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :-
- શંભુભાઈ દેવદાનભાઈ બકુત્રા ઉ.વ.39 રહે આંબાપર, અંજાર
- લખનભાઈ અરજણભાઈ હેઠવાડિયા ઉ.વ.27 રહે ગોપાલનગર, ટપ્પર
- અનવર જુમા નથુ પરીટ ઉ.વ.46 રહે નાની ચિરઈ, ભચાઉ
- હરીભાઇ ભીખાભાઇ ડાંગર ઉ.વ.41 રહે ભીમસર, અંજાર
- અબ્બાસ ઇબ્રાહિમશા શેખ ઉ.વ.43 રહે અંજાર
- સતિષભાઈ માદેવાભાઇ જરૂ ઉ.વ.34 રહે પડાણા, ગાંધીધામ
- શંભુભાઈ રાજાભાઈ ગોયલ ઉ.વ.38 રહે અંતરજાળ, ગાંધીધામ
- મામદ આધા હુશેન સોઢા ઉ.વ.44 રહે મીઠીરોહર, ગાંધીધામ