ભુજ શહેરમા ગત રાત્રે અચાનક એક સાથે અનેક માર્ગો પર રોડ લાઈટ બંધ પડી જતાં અંધારપટ છવાઈ જતાં લોકો મુશકેલીમાં મુકાયા
ભુજ શહેરમા ગત રાત્રે કોઈ કારણોસર અનેક માર્ગો પર અંધારપટ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક રોડ લાઈટો બંધ પડી જતાં શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા. જોકે પાલિકા તંત્ર દ્વારા કોઈ અધૂરાસ ના હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વિજ વિભાગ તરફથી આ અંગે તપાસ કરી લેવાનું જણાવવામાં હતું. અલબત જાહેર માર્ગો પર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા રાહદારીઓ અને વોકમાં નીકળતા લોકોને મુશ્કેલીનો અભુભવ થયો હોવાનું જાણવા મળ્યું હતું.
ગત રાત્રે શહેરના ભુજીયા ડુંગર રોડ,પ્રમુખ સ્વામી રોડ, એરપો્ટ રોડ,ખેંગાર પાર્ક,કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં રોડ લાઈટો બંધ હાલતમાં જોવા મળેલ હતી. આ બાબતે સુધરાઇના કારોબારી ચેરમેન જગત વ્યાસ દ્વારા જાણવા મળ્યું કે પાલિકા તંત્ર તરફથી બંધ કરવામાં આવેલ ન હતી, વિજ વિભાગ તરફથી કોઈ ક્ષતિ સર્જાઇ હોવાની સંભાવના તેમણે વ્યકત કરી હતી. જ્યારે વિજ તંત્રના ઠક્કર સાહેબ દ્વારા જાણવા મળ્યું હતું કે પાલિકાનું બિલ બાકી નથી અને એ કારણે તો બંધ કરાઈ ન હતી, તપાસ કરીએ છીએ. ભુજના મુખ્ય માર્ગો પર ગત રાત્રે સર્જાયેલો અંધારપટ આજથી દૂર થાય તે આવશ્યક છે.