રાપરમાં ટ્રાફિક પોલીસની સંયુક્ત ઝુંબેશમાં નિયમ ભંગ કરનારના વાહન ડિટેઈન કરી દંડ ફટકારાવામાં આવ્યો
રાપર શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોને ટ્રાફિકના પાઠ ભણાવવા જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ હતી. તેમાં રાપર તેમજ આસપાસના અન્ય વિસ્તારમાં વિવિધ જોગવાઈ અંતર્ગત વાહન ડિટેન, રોકડ દંડ અને એનસી કેસ કરવામાં આવેલ હતા. રાપર વિસ્તારમાં લોકોની સલામતી જળવાઈ રહે તે બાબતે રાપર ટ્રાફિક પોલીસ દ્વારા અવાનવાર ટ્રાફિક ડ્રાઇવ યોજી નિયમ ભંગ કરતા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવતું રહે છે.
આજ રીતે વધુ એક વખત ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા 32 વાહનચાલકો સામે એન. સી. કેસ, સ્થળ દંડ રૂ. 16500 નો સ્થળ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ 3 વાહન ડીટેઈન કરવામાં આવેલ હતા, જ્યારે રાપર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા 4 વાહન ડીટેઈન કરવામાં હતા, 18 એન. સી. કેસ અને રૂ. 6000 નો દંડ વાહનચાલકોને ફટકારવામા આવ્યો હતો. આ ઝુંબેશમા રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી, જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી. એસ ચૌહાણ, એએસઆઇ લખમશી ફફલ, હેડ કોન્સ્ટેબલ અશ્વિનગીરી ગૌસ્વામી, નિતેશ વસાવા, મયુરસિંહ ઝાલા, મુકેશસિંહ રાઠોડ તેમજ ટીઆરબીનો સ્ટાફ જોડાયો હતો.