ભુજ ખાતે આવેલ નાડાપા પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડતી પદ્ધર પોલીસ
copy image
ભુજ તાલુકાના નાડાપા ફાટક પાસે ચોરી કે છળકપટથી મેળવાયેલી શંકાસ્પદ બાઈક સહિત એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર પદ્ધર પોલીસ નાડાપા ફાટક પાસે વાહન ચેકિંગમાં હતી તે દરમીયાન તેમણે બાતમી મળી હતી કે, ભરત ઉર્ફે ભુટ્ટો રાજા કોલી એક શંકાસ્પદ બાઇક સાથે આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે બાતમી વાળા શખ્સને અટકાવી પૂછતાં બાઇકના આધાર-પુરાવા રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતાં તેને શંકાસ્પદ મોટરસાઇકલ સ્પ્લેન્ડર નં. જી.જે. 12 એએચ-138 કિં. રૂા. 10,000 વાળી સાથે અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.