વધુ એક સગીર પરિણીતા માતા બનતાં પોલીસ મથકે જાણ થતાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી
બે દિવસ આગાઉ ભુજ તાલુકાની એક પરિણીત સગીરા માતા બનતાં કાર્યવાહી કરેલ હતી ત્યારે સતત બીજા દિવસે વધુ એક ભુજની સગીર પરિણીતા માતા બનતા કાર્યવાહી હાથ ધરવામાં આવીલ છે. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ભુજની પરિણીત 17 વર્ષ અને બે માસની સગીરા પ્રસૂતિ અર્થે આવતાં તેણે દીકરીને જન્મ આપેલ હતો. માતા સગીર હોવાથી તબીબે વાલીને એમએલસી નોંધાવવા જાણ કરી હતી. વાલીએ એમએલસીમાં લખાવ્યું છે કે તેની દીકરીના બે વર્ષ પૂર્વે લગ્ન કરવામાં આવ્યા હતા અને હાલ તે 17 વર્ષ બે માસની છે અને તેણે દીકરીને જન્મ આપ્યો છે. જી. કે. જનરલ પોલીસ ચોકીએ લાગુ પડતા પોલીસ મથકને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. નોંધનીય બાબત એ છે કે બે દિવસમાં આવા બે કિસ્સા સામે આવ્યા છે ત્યારે અંદરખાને હજુ પણ બાળલગ્નનું દૂષણ ચાલુ હોવા અંગે સ્પષ્ટ પુષ્ટિ મળી રહી છે.