મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image
ગત દિવસે મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં સેતુ ગોરખ ચૌધરી નામક 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આજે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. મળેલ માહિતી અનુસાર ગત દિવસે નાના કપાયામાં સેતુ ગોરખ ચૌધરીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. બનાવની જાણ થવાની સાથે સેતુને તુરંત સારવાર અર્થે મુંદરાની અદાણી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અપાવા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.