અંજાર ખાતે આવેલ રતનાલ-ઝરૂ માર્ગ પર થાંભલામાં કાર અથડાતાં આગ ભભૂકી ઉઠી : કાર ભસ્મીભૂત, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

અંજાર ખાતે આવેલ રતનાલ અને ઝરૂ વચ્ચે એક કાર થાંભલામાં અથડાતાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. રતનાલથી ઝરૂ જતા રોડ ઉપર ત્રિકમ કાનજી વિરાણીની વાડી સામે ગત તા. 7-9નાં રાત્રે 10થી 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. રતનાલના આર.કે. નગરમાં રહેનાર રણછોડ મેઘજી ગોપાલ છાંગા નામના યુવાન કાર નંબર જી.જે. 12 ડી.જી. 8795 લઇને પોતાના ઘરેથી વાડી તરફ જઇ રહ્યો હતો. તે દરમ્યાન રસ્તામાં નિલગાય આવતા તેને બચાવવા જતાં આ ગાડી વિજ તાર વગરના થાંભલામાં ભટકાઈ હતી. જે દરમ્યાન ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતા કાર ચાલક નીચે ઉતરી ગયો હતો જોત જોતામાં આગે  તિવ્રતા પકડી હતી અને આ કાર સળગીને ભસ્મીભૂત થઇ હતી. કારમાં કેવી રીતે આગ લાગી તે બાબતે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.