મુન્દ્રામાં ત્રણ અલગ અલગ વ્યક્તિઓને મોટા વળતરની લાલચ આપી 33.54 લાખણી છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોધાઈ

copy image

મુન્દ્રા ખાતે અગાઉ પણ ઠગાઈના મામલે ચર્ચામાં આવેલી પ્રયાસનિધિ પેઢીના સંચાલકોએ તગડા વળતરની લાલચ આપી અલગ અલગ ત્રણ વ્યક્તિઓને 33.54 લાખનો ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જે બાબતે કારાભાઇ રાણાભાઇ ભોગેસરા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

 નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત 2016 ની સાલમાં મુન્દ્રા મધ્યે કાર્યરત પ્રયાસનિધિ પેઢીમાં ફરજ બજાવતા અજયકુમાર પૈયકરાય નામના સખશે પોતાની કંપનીમાં રોકાણ કરો તો બેંક કરતા વધુ વળતર આપવાની લાલચ આપેલ હતી. લોભામણી સ્કીમને અનુલક્ષીને કારાભાઇ સંમત થતા અજયકુમારે તેમની પાસેથી અલગ અલગ રકમ રૂપે 21 લાખ પડાવી લીધા હતા પછી દીકરીની સગાઇ હોઈ કારાભાઇએ નાણાં પરત માંગતા અજય કુમારે 21 લાખનો ચેક આપેલ હતો. જે બાઉન્સ થતાં સમગ્ર ગફલાનો ભાંડાફોડ થયો હતો ત્યારે બાદ કારાભાઇએ મિત્રોને પુછતાછ કરતા અજય કુમારે શાંતિવન કોલોનીમાં જ રહેતા ગુરજીત પાસેથી 10.50 લાખ તથા ગીર સોમનાથના દિલીપસિંહ નારણભાઇ ઝણકાટ પાસેથી પણ બે લાખ પડાવી ત્રણ વ્યક્તિઓ પાસેથી 33.54 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.