ગાંધીધામ ખાતે આવેલ કિડાણા ગામમાં પોલીસ મથકોની જુદી જુદી ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી : 93 ઇસમની તપાસ
copy image
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં આવતા અને સંવેદનશીલ ગણાતા કિડાણા ગામમાં તમામ પોલીસ મથકોની જુદી જુદી ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી બી-ડિવિઝન, કંડલા મરિન પોલીસ , આદિપુર, એ-ડિવિઝન, દુધઇ એસઓજી, એલસીબી, જિલ્લા ટ્રાફીકની કુલ 8 ટીમોમાં 9 પીઆઇ, 16 પીએસઆઇ 181 પોલીસકર્મીના કાફલા સાથે સંવેદનશીલ ગણાતા કિડાણા ગામમાં જઇ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. કરેલ ચેકિંગ દરમિયાન 93 શખ્સોની તપાસ કરવામાં આવી હતી, દારૂના બે કેસ કર્યા હતા, 5 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસવડા દ્વારા આ પ્રકારની કામગીરી ખરેખર સરાહનીય હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું.