ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ તથા રૂા. 20,75,052 વળતરનો હૂકુમ : આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા અગાઉનો ચુકાદો કાયમ રાખવાનો નિર્ણય

Court-1495027562_835x547

copy image

 

ગાંધીધામ ન્યાયાલયમાં આઠેક વર્ષ પૂર્વે ચેક પરત થવાના કેસમાં કોર્ટએ આરોપીને એક વર્ષની કેદ તથા રૂા. 20,75,052 વળતર પેટે ફરિયાદીને આપવા હુકમ કર્યો હતો જે બાબતે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા આ કોર્ટે પણ નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખેલ હતો. આ સંકુલની નેથાલી ઇન્ડસ્ટ્રીઝના માલિક મહેન્દ્ર રોહિદાસ લોહારએ કંડલા ટીમ્બર પ્રા.લિ. મારફતે તેના ડાયરેક્ટર બદ્રીનારાયણ મિશ્રા પાસેથી માલ ખરીદી તેની અવેજમાં ચેક આપેલ હતો. ચેકની રકમ ન મળતાં બદ્રીનારાયણે કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે બાબતે અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટએ આરોપીને એક વર્ષની સાદી કેદ તેમજ રૂા. 5000નો દંડ તથા રૂા. 20,75,052 ફરિયાદીને વળતર પેટે આપવા ચુકાદો આપ્યો હતો. આરોપીએ આ અંગે સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં  કોર્ટે પણ અગાઉનો ચુકાદો માન્ય રાખ્યો હતો અને સજા અને વળતરનો હુકમ કાયમ રાખ્યો હતો. ફરિયાદી તરફે ધારાશાત્રી એ.એન. કેલા, લલિત કેલા, મંજુલા કેલા ઉપસ્થિત રહ્યાં હતાં.