ભુજમાં સરકારી મહિલા તબીબે જુનિયર કલાર્ક તરીકે રાખેલા પતિ નાણાં પચાવી જતાં ફરિયાદ નોંધાઈ

 

 ભુજ શહેરના અર્બન હેલ્થ સેન્ટર ત્રણના ડો. વૈશાલી ડાભીએ જુનિયર કલાર્ક  તરીકે આઉટસોર્સથી રાખેલા પતિ કમલેશ ડાભીએ હાજરીપત્રકમાં મયૂર ચાવડા એમપીએચડબલ્યુંનું નામ ગેરકાયદેર રીતે  ચડાવી તેનાં નામે મળતો પગાર પચાવી ગયા હોવાનું જણાતાં ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કેશવકુમાર સિંઘે આઉટસોર્સ કંપનીને આ બે કર્મચારીને છૂટા કરવા સૂચના આપેલ હતી. ટી.એચ.ઓ. ડો. કેશવકુમાર સિંઘ દ્વારા જાણવા મળ્યું કે ફરિયાદને પગલે તપાસમાં હાજરીપત્રકમાં ગોટાળો સામે આવતા રેકર્ડ કબ્જે કરવામાં આવ્યું છે. પોતે હાલે રજામાં હોવાથી આવીને તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. મળેલ માહિતી અનુસાર કે કમલેશ પોતે જ મેડિકલ ઓફિસર હોય તેવો વર્તાવ કરી આ દવાખાનાનું વાતાવરણ ખરાબ કરી નાખ્યાની ફરિયાદો સામે આવી છે.