અધિક માસની અગિયારસના દિને બાલિકાઓને વસ્ત્રદાન કરાયું

ભુજ, ભુજ અધિક માસ નિમિત્તે શહેર ની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી દરરોજ વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે તે રીતે આજે અગિયારસ ના દીને ભુજના સ્વ નિર્મળાબેન પ્રધુમનભાઈ મયેચા ની સ્મૃતિમાં આરતીબેન જીતેનભાઈ રાવલ ના સહયોગથી બાલિકાઓને નવા ડ્રેસ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે બાલિકાઓને ડ્રેસની સાથે શણગાર પણ આપવામાં આવ્યો હતો દરમિયાન શણગાર ની વસ્તુઓ નિકુંજભાઈ અધિકારી તરફથી આપવામાં આવી હતી દરમીયાન શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમના પ્રમુખ સ્થાને સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી રહ્યા હતા આ તકે પ્રદીપભાઈ રાવલ અને જીતેનભાઈ રાવલ એ પણ અગિયારસના દિને ના કાર્યને બિરદાવ્યું હતું. આજના દિને દર્શક ભાઈ અંતાણી, તેમજ પવિત્રાબેન જોષી, તેમજ ઇલાબેન છાયા, ભૂમિબેન કાર્તિક અંતાણી, સ્મિતાબેન અંતાણી, દક્ષાબેન ડુડીયા, વિમળાબેન મંગે, ઉમાબેન સોની,તેમજ સ્વાતિબેન સોની,તેમજ લક્ષ્મીબેન રબારી,તેમજ કિરણ બેન અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા શહેરની અલગ અલગ વિસ્તારોની નાની બાલિકાઓને એક જગ્યાએ એકઠા કરી અને આ નવા ડ્રેસ વસ્ત્ર દાન કરવામાં આવ્યું હતું,