રાપર ખાતે આવેલ પલાંસવામાં ગામના એક મકાનમાથી 17,550નો દારૂ કબ્જે કરવામાં આવ્યો : આરોપી પોલીસની પકડથી દૂર

copy image

રાપર ખાતે આવેલ પલાંસવા ગામના દરબારવાસમાં ભીખુભા જતુભા વાઘેલાનાં મકાનમાંથી રોયલ બ્લૂ, એપલ વોડકા 180 એમએલના 158 ક્વાર્ટરિયા તથા મેકડોવેલ્સ નંબર-1ની 750 મિ.લિ.ની પાંચ બોટલ એમ કુલ રૂા. 17,550નો દારૂ દરોડા દરમીયાન કબ્જે કરવામાં આવ્યો હતો, પરંતુ આ શખ્સ ભીખુભા વાઘેલા પોલીસની પકડમાં આવ્યો ન હતો. ગોવા અને પંજાબમાં બનેલ આ શરાબ આ શખ્સો પાસે ક્યાંથી પહોંચ્યો હતો તે સામે આવ્યું ન હતું. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.