લખપત ખાતે આવેલ ગુનેરી સીમાડામાં વીજ શોકથી રાષ્ટ્રીય પક્ષીનું મોત નીપજયું

 લખપત ખાતે આવેલ ગુનેરી નજીકના સીમાડામાં સાંજના અરસામાં બનેલા બનાવવામાં પવનચક્કીની ચાલુ વીજ લાઈનમાં શોર્ટ સર્કિટને કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. આ બાબતે જાણ સ્થાનિક હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ જાડેજા રાણાજી હાલાજી, જાડેજા સમભા સુરાજી તેમજ જાડેજા રણજીતસિંહ ઉમેદસિંહને થતા તેઓ સ્થાનિકે તુરંત પહોચ્યા હતા. અહી ઉલ્લેખનીય બાબતે છે કે પવનચક્કીના વીજ વાયરોને કારણે અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુના બનાવોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુનેરી વિસ્તારમાં હજુ થોડા સમય પૂર્વે આવી જ રીતે એક મોરનું વીજ શોકને કારણે મોત નીપજયું હતું.